• INR
Close

Books

  • Picture of આધ્યાત્મિક વિજ્ઞાન  (૮ પુસ્તકોનો સેટ )

આધ્યાત્મિક વિજ્ઞાન (૮ પુસ્તકોનો સેટ )

આજના ભૌતિક જગત માં મનુષ્યો ના બધા કલેશ(દુઃખ) સામે આધ્યાત્મિકતા એજ એક ઉપાય છે. તેથી આ મનુષ્ય ભવ માં મુક્તિ મેળવવા નું મહત્વ ભાગ્યે જ તેના મન માં આવે છે, કારણ કે જયારે પણ તે આ જીવન થી આગળ શું? તેના વિષે વિચારે છે, ત્યારે તેને લાગે છે કે હવે પછીનાં તેના વિચારો કાર્મિક ભવ પર કેન્દ્રિત હોય છે અને નહિ કે શાશ્વત જીવન પર.

Rs 100.00

Description

તમારી સંસારિક સમસ્યાઓ ને ઉકેલવાના સરળ આધ્યાત્મિક વિચારો આ પુસ્તકો ના સેટ માં ચર્ચવા માં આવ્યા છે. તમારી જાત ને પ્રશ્નો પૂછો જેવા કે, શા માટે તમારી જિંદગી આવી છે? તમારા વિચારો, લાગણીઓ અને માન્યતાઓ, તમારી આજુબાજુ ના જગત વિષે ની તમારી સમજણ ને અસર કરે છે? કેવી રીતે આ સમજણ તમારી શક્તિ ને અને તેથી તમારી અંતરશાંતિ ને  અસર કરે છે? શા માટે પતિ અને પત્ની, મા બાપ અને બાળકો જેવા અને બીજા અંગત સંબંધો ખરાબ થઇ રહ્યા છે?

 વિષય વાસના, લોભ-લાલચ, તૃષ્ણા-ઇચ્છાઓનાં દબાણથી, આ સ્પર્ધાત્મક જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે બની શકે તેટલી વધારે સંપતિ અને વસ્તુઓ ભેગી કરવાના વલણનાં પરિણામે વિષાદ(ડીપ્રેશન), ભોગવટા, વ્યગ્રતા(ટેન્સન), તાણ(સ્ટ્રેસ) ઊભા થાય છે.

 આજના ભૌતિક જગત માં મનુષ્યો ના બધા કલેશ(દુઃખ) સામે આધ્યાત્મિકતા એજ એક ઉપાય છે. તેથી આ મનુષ્ય ભવ માં મુક્તિ મેળવવા નું મહત્વ ભાગ્યે જ તેના મન માં આવે છે, કારણ કે જયારે પણ તે આ જીવન થી આગળ શું? તેના વિષે વિચારે છે, ત્યારે તેને લાગે છે કે હવે પછીનાં તેના વિચારો કાર્મિક ભવ પર કેન્દ્રિત હોય છે અને નહિ કે શાશ્વત જીવન પર.

૧. એડજેસ્ટ એવરીવેર     

 ગટર ગંધાય છે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ? તેજ રીતે અણગમતા  અને નકારાત્મક લોકો ગટર જેવા છે. જે પણ ગંધાય છે તેને આપણે ગટર કહીએ છીએ અને જે સુવાસ આપે છે તેને આપણે ફુલ કહીએ છીએ. બન્ને માં એડજેસ્ટ થાઓ. છતાં બન્ને પરિસ્થિતિઓ કહે છે “અમારી પ્રત્યે વીતરાગ (રાગ અને દ્વેષ થી મુક્ત) રહો”.

આપણી જિંદગી માં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓ માં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે, આપણે વરસાદ માં છત્રી વાપરીએ છીએ. પણ આપણે વરસાદ ને સવાલો નથી પૂછતા, દલીલો નથી કરતા કે તેનો વિરોધ નથી કરતા. તેજ રીતે, આપણને ભણવામાં આનંદ આવે  કે ન આવે, આપણે ભણતર ને એડજેસ્ટ થવું પડે છે. છતાંપણ, અણગમતા લોકો નો સવાલ આવે છે ત્યારે આપણે ફક્ત સવાલ, દલીલ, અને વિરોધ પર નથી અટકતા પણ મોટે ભાગે અથડામણ કરી બેસીએ છીએ. આવું શા માટે? સતત બદલાતા સંજોગો સાથે સુમેળ સાધી, અથડામણો ટાળી અંતે શાંતિ અને સુખ મેળવવા માટે ની છેવટ ની સમજણ તરીકે પરમ પૂજ્ય દાદાશ્રીએ  “એડજેસ્ટ એવરીવેર”  ઉઘાડું કર્યું. આ સાદા છતાં શક્તિશાળી વાક્ય માં તમારું જીવન બદલવા ની શક્તિ છે.. કેવી રીતે તે જાણવા માટે વાંચો.

૨. અથડામણ ટાળો 

રોજિંદા જીવનમાં અથડામણ ટાળવી જોઈએ. શા માટે આપણે ઝઘડો કરીને બધું બગાડવા માગીએ છીએ? આપણને આ ગમતું નથી. લોકો ટ્રાફીકના ખૂબ કડક કાયદાનું પાલન કરે છે. તેઓ પોતાના અર્થઘટન પ્રમાણે ગાડી નથી ચલાવતા, શું તેઓ ચલાવે છે? તેઓ અકસ્માતથી બચે છે, કારણકે તેઓ ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે. તેવી જ રીતે, તમારા રોજિંદા જીવનમાં તમારે અથડામણ ટાળનારા કાયદાનું પાલન કરવું જોઈએ. તમે તમારા પોતાના કાયદા અને તેના અર્થ પ્રમાણે ચાલો છો તેથી અથડામણ થાય છે. જયારે લોકો ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે ત્યારે ટ્રાફીકના સંચાલનમાં કોઈ તકલીફ નથી પડતી. જો તમે તમારા રોજિંદા વ્યવહારમાં આ સમજણ સાથે એ જ કાયદાનો અમલ કરશો તો તમે ફરી ક્યારેય મુશ્કેલીમાં નહિ આવો. તમારી પોતાની મર્યાદિત સમજણના આધારે તમે જિંદગીના કાયદાનું અર્થઘટન કરો છો તેથી પ્રશ્નો ઉભા થાય છે. જિંદગીના કાયદા સમજવામાં મૂળભૂત ભૂલ થાય છે. જે આ કાયદા સમજાવે છે તેને આ કાયદાઓ નો સંપૂર્ણ અનુભવ હોવો જોઈએ.

શા માટે ઝઘડા થાય છે, ઝઘડાના પ્રકારો કયા છે, સંબંધોમાં ઝઘડા કેમ ટાળવા અને તમારા માનસમાં વધારે પોઝીટીવ પરિવર્તન લાવે, તેવી ઝઘડા વગરની જિંદગી માટેના ઉકેલ શોધવા આગળ વાંચો. તમારી જિંદગી ને શાંતિ અને આનંદથી ભરી દેવાનો, આધ્યાત્મિકતાના પથ પર અડગતાથી ચાલવા નો અને અંતે મોક્ષ મેળવવાનો હેતુ છે.

૩. ભોગવે તેની ભૂલ  

કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણેજ. જો વ્યક્તિ સુખ માણે છે તો તે તેના સારા કર્મો નું ફળ છે. પરંતુ જગતનો કાયદો નિમિત્તને ( દેખીતો કર્તા – દુઃખ પહોંચાડનાર વ્યક્તિ ) દોષી જુએ છે. ભગવાનનો કાયદો, અસલી  કુદરતનો  કાયદો, અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે અને તેને કદી કોઈ બદલી શકે નહિ. આ દુનિયામાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને પણ દુઃખ આપી શકે, સરકારનો કાયદો પણ નહિ.

જયારે આપણી કોઈ દેખીતી ભૂલ નથી હોતી અને આપણને કોઈ ભોગવટો આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને વારંવાર સવાલ પૂછીએ છીએ, શા માટે મને? મારી શું ભૂલ છે? કોની ભૂલ છે? લુંટનારની કે લુંટાનારની? આ દુનિયામાં કોની ભૂલ છે તે જો તમારે જાણવું હોય તો, કોણ ભોગવે છે અને  તમારા ભોગવટાની પાછળ ક્યા કારણો છે? તે શોધો

આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી બધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.  

૪. બન્યું તે ન્યાય 

જો તમે બન્યું તે ન્યાય કહેશો તો તમારા બધા પ્રશ્નો દૂર થઇ જશે. છતાંપણ, લોકો ન્યાય ખોળે છે અને મુક્તિની ઈચ્છા પણ રાખે છે. આ વિરોધાભાસ છે. તમને બન્નેના મળી શકે. જ્યાં સમસ્યાઓ પૂરી થાય છે ત્યાં મુક્તિની શરૂઆત થાય છે. આ આપણા અક્રમ વિજ્ઞાન ( ક્રમ વિનાનું આત્માનું જ્ઞાન ) તરીકે ઓળખાતા વિજ્ઞાનમાં કોઈ પ્રશ્નો રહેતા નથી. તેથી લોકો માટે આ માર્ગે ચાલવું સહેલું છે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ આ જગતને અસામાન્ય શોધ આપી છે કે આ જગત માં ક્યારેય પણ અન્યાય થતો જ નથી. જે બન્યું તે જ ન્યાય. કુદરત ક્યારેય ન્યાય થી વિરુદ્ધ ગઈ નથી. કુદરત એ કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે જે કોઈ પ્રભાવ હેઠળ હોય. કુદરત એટલે સાયન્ટીફીક સરકમસ્ટેનસીયલ એવીડન્સીસ. એક કાર્ય પૂરું થવા માટે ઘણા બધા સંજોગો ભેગા થવા જોઈએ.

૫. હું કોણ છું?

જિંદગી માત્ર જીવતા રહેવાથી કંઇક વિશેષ છે. જિંદગીમાં જીવતા રહેવાથી વિશેષ કંઇક હોવું જ જોઈએ. જિંદગીનો કોઈક ઉચ્ચ હેતુ હોવો જ જોઈએ. જિંદગીનો હેતુ “ હું કોણ છું ? “ ના ખરા જવાબ સુધી પહોંચવાનો છે. અનંત જન્મોનો આ વણઉકેલ્યો પ્રશ્ન છે. “ હું કોણ છું ?“ ની શોધની ખૂટતી કડીઓ હવે જ્ઞાની પુરુષની વાણી દ્વારા શબ્દોથી મળે છે.

આ શબ્દોનું (વાણીનું) સંકલન સમજણના હેતુ માટે કરવામાં આવ્યું છે. હું કોણ છું? હું શું નથી? પોતે કોણ છે? મારું શું છે? શું મારું નથી? બંધન શું છે? મોક્ષ (મુક્તિ) શું છે? ભગવાન છે? ભગવાન શું છે? જગતમાં કર્તા કોણ છે? ભગવાન કર્તા છે કે નહિ? ભગવાન નું ખરું સ્વરૂપ શું છે? આ જગત માં  કર્તા નું ખરું સ્વરૂપ શું છે? જગત કોણ ચલાવે છે? કેવી રીતે ચાલે છે? ભ્રાંતિ નું ખરું સ્વરૂપ શું છે? જે કંઈ પણ પોતે જાણે છે તે સત્ય છે કે ભ્રમ છે? પોતાના જાણેલા જ્ઞાનથી પોતે મુક્ત થશે કે બંધાયેલો રહેશે?

આ સવાલોની પાછળના સત્યની આ પુસ્તક સચોટ સમજણ આપે છે.

૬. ચિંતા

ચિંતાથી કામ બગડે છે, એ કુદરતનો નિયમ છે. ચિંતાથી મુક્તિ કામ સુધારે છે. ભણેલા-ગણેલા અને સાધન સંપન્ન લોકો પણ ઉંચા સ્તરની ચિંતા અને તનાવથી પીડાય છે. મજુરો ચિંતા કરતા નથી અને તેમને સારી ઊંઘ આવે છે, તેની સરખામણીમાં એમના ઉપરીઓને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. જેઓ ચિંતા કરે છે તેઓ પોતાની મિલકત ગુમાવે છે.

અહીં એક નાનો દાખલો પરમ પૂજ્ય દાદાશ્રીના શબ્દોમાં છે કે જયારે તેમને ધંધા માં ખોટ ગઈ ત્યારે તેઓ તેમની ચિંતાઓનો અંત કેવીરીતે લાવ્યા.

“ એક વખત અમારા ધંધામાં ખોટ ગઈ. આ આત્મજ્ઞાન થયા પહેલાંની વાત છે. તે વખતે, હું ચિંતા કરીને આખી રાત અજંપામાં રહ્યો. પછી મને અંદરથી જવાબ મળ્યો. આ ખોટને લીધે અત્યારે બીજા કોણ કોણ ચિંતા કરે છે? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે અત્યારે ચિંતા ના કરતા હોય ! મે શોધી કાઢ્યું  કે હું જ એકલો ચિંતા કરતો હતો. મારા બૈરી–છોકરાઓ બધા ભાગીદાર છે છતાંપણ તેઓ કોઈ શું થઇ રહ્યું છે તે જાણતા નથી. હવે એ બધા નથી જાણતા તોય એમનું ચાલે છે. હું એકલોજ અક્કલ વગરનો તે ચિંતા કરું છું. જયારે બીજા, જેઓ મારા ભાગીદાર છે તેઓ ચિંતા નથી કરતા, તો ચિંતાનો બધો મારે એકલાએ શા માટે ઉપાડવો જોઈએ?

ચિંતા શું છે? વિચારો એ સમસ્યા નથી. જયારે પોતે વિચારોમાં લાગણીવશ થઇ તન્મયાકાર થાય છે ત્યારે ચિંતા શરુ થાય છે.

જો પોતે જાણે કે ખરો કર્તા કોણ છે, તો ચિંતા બંધ થઇ શકે. વાંચો અને ચિંતા થી મુક્ત થાઓ.

૭. બ્રહ્મચર્ય : સમજ થી પ્રાપ્ત બ્રહ્મચર્ય

તમને ચોરી કરવી ગમે? તમને જુઠું બોલવું ગમે? તમને કોઈને મારી નાખવાનું (હિંસા) ગમે?  તો પછી વિષયમાં એવું શું છે કે તે પોતાને ગમે છે? તે ફક્ત રોંગ બિલીફના કારણે છે. બીજાઓએ કહ્યું તેથી તમે પણ માનો છો કે વિષયમાં પરમ સુખ છે. પણ તે સત્ય નથી.

સ્વાભાવિક રીતે વિચારો, શું તમારી બીજી ઇન્દ્રિયોને તે ગમે છે? શું આંખોને તે ગમે છે? શું કાનો સાંભળે છે ત્યારે તેમને તે ગમે છે? શું જીભ ચાટે તો તે મીઠું લાગે છે? નાકને તે ખરેખર ગમતું હશે, નહિ? કોઈ પણ ઇન્દ્રિયને તે ગમતું નથી.

દરેક માણસે વિષયનું પરીણામ શું છે અને બ્રહ્મચર્ય પાળવાના શા ફાયદા છે તે ઓળખવા જોઈએ. પોતાના કાયદેસરના સાથીદાર સાથે પણ ફક્ત એક વખત વિષય ભોગવવાથી, લાખો જીવોની હિંસા થાય છે; અને પોતાના લગ્નના સાથીદાર સિવાય બીજા કોઈ સાથેનો વિષય નરકમાં જવાનું કારણ છે.

દરેક જણ સહમત થાય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરંતુ તે પાળવું કેમ? કોઈએ કદી તેનો રસ્તો બતાવ્યો નથી.

આ પુસ્તકમાં તમે જોશો કે બ્રહ્મચર્ય પાળવાના સચોટ અને સ્પષ્ટ રસ્તા બતાવ્યા છે. વર્તમાન અને ભવિષ્યના વિષયના ભયંકર જોખમ વાંચીને લોકોને ધક્કો લાગશે અને તેઓ કહેશે “અમને આની જાણ જ ન હતી.”

૮. સેવા પરોપકાર

આની પાછળનું ગહન વિજ્ઞાન એ છે કે જયારે કોઈ પોતાના મન, વચન, અને કાયા બીજાને મદદ કરવા માટે વાપરે છે ત્યારે તેની પાસે બધું જ હશે; તેને કદી ભૌતિક સવલત અને સાંસારિક સુખોની કમી નહિ થાય. પરોપકારી સ્વભાવથી ધર્મની શરૂઆત થાય છે. તમે બીજાને માટે કંઈ પણ કરો તેજ ક્ષણથી સુખની શરૂઆત થાય છે.

મનુષ્ય ભવનો હેતુ ભવોભવના બંધનને તોડી અને કર્મોના બંધનથી શાશ્વત મુક્તિ ( મોક્ષ ) મેળવવાનો છે. તેનો હેતુ સંપૂર્ણ થવાનો છે,- પૂર્ણ જ્ઞાની થવાનો છે; આત્મજ્ઞાન મેળવવાનો છે. અને જો આત્મજ્ઞાન મેળવવાની તક ના મળે તો જીવન બીજા માટે જીવવું.

પોતાને જે ભેગો થાય તેને સુખ આપવાનું પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમણે પોતાના સુખનો કદી વિચાર જ કર્યો ન હતો. બીજા લોકોના દુઃખો કેમ હળવા થાય તેના ઉપાયો તેઓ કરતાં. તેથી જ કરુણા અને અસામાન્ય દૈવી ગુણોવાળું અધ્યાત્મ જ્ઞાન “અક્રમ વિજ્ઞાન” તેમની અંદર પ્રગટ થયું.

બીજાને મદદ કરી સુખી થવાની, યથાર્થ સમજણ મેળવવા વાંચો....

Product Tags: Adhyatmik Vignan Set
Read More
success