Description
આજનો યુગ ઓડીયો વીઝ્યુઅલ – એનિમેશનનો છે. એનિમેશન શરુ થાય એટલે જોનારાની આંખો પલકારા મારતી પણ બંધ થઈ જાય. અને એકીટશે બસ જોયા જ કરે. ટી.વી. સામેથી ખસે જ નહીં.
એનિમેશનની આ ખાસિયતને ધ્યાનમાં રાખીને ખાસ બાળકો માટે આનંદ ઉલ્લાસ સી.ડી.બનાવી છે. એમાં બાળકોને ગમે એવા અને એમને આકર્ષે એવા અનિમેશન ફોર્મમાં વિવિધ વિભાગો દેખાડાયા છે.. જેવા કે, પ્રાર્થના, પપેટ શો, વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, વ્હાલા જ્ઞાની મારા વગેરે...
બાળકોને, એમના લેવલે, એમની પસંદગી પ્રમાણે અને એમની ભાષામાં લઈ જઈને સંસ્કાર સિંચન કરવાનો આ એક આગવો પ્રયાસ છે.