Description
પ્રસ્તુત ગ્રંથ આપ્તવાણી ૭માં પરમ પૂજ્ય દાદાશ્રીની જીવનવ્યવહાર સંબંધી વાતચીત અને પ્રશ્નોત્તરી રૂપી વાણી નું સંકલન કરવામાં આવ્યું છે. જ્ઞાની પુરુષ જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોને પણ અસાધારણ દ્રષ્ટિ અને સમજણથી જુએ છે.
આવા પ્રસંગો સુજ્ઞ વાચકને જીવનવ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ અને નવી જ વિચારશ્રેણી આપે છે. જે મુદ્દાઓ પર અહીં વર્ણન કરેલ છે તેમાંના કેટલાક આપણને વિચલિત કરી દે છે જેવા કે- જંજાળી જીવનમાં જાગૃતિ, લક્ષ્મીનું ચિંતવન , ગૂંચવાડામાં કેવીરીતે શાંતિપૂર્ણ રીતે રહી શકાય?, ટાળો કંટાળો, ચિંતાથી મુક્તિ, ભય પર કેવીરીતે વિજય મેળવવો?, કઢાપો-અજંપો, ફરિયાદો, જીવનની અંતિમ પળોમાં શું બને છે?, ક્રોધ કષાય, અતિ ગંભીર બિમારીમાં કેવીરીતે સમતા રાખવી?, પાપ-પુણ્યની પરિભાષા, ધંધા/ઓફીસમાં રોજબરોજની સમસ્યાઓનો અને આવી બીજી ઘણી જીવનમાં આવતી મુશ્કેલીઓનો કેવીરીતે નિકાલ કરવો.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાની પુરુષની એ હૃદયસ્પર્શી વાણીનું સંકલન કરવામાં આવ્યું છે કે જેમાં આવાં થોડાક પ્રસંગોને વિગતવાર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેથી પ્રત્યેક સુજ્ઞ વાચકને પોતાના જીવન વ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ, નવાં જ દર્શનની (સમજણ ની)તેમજ વિચારક દશાની નવી જ કડીઓ ખુલ્લી થવામાં મદદરૂપ થાય તેવો અંતર-આશય છે.