• INR
Close

Books

  • aptavani-14 part-1

આપ્તવાણી - ૧૪ ભાગ - ૧

આ પહેલાં ભાગમાં બ્રહ્માંડનાં છ અવિનાશી તત્વોનું વર્ણન, વિ`શેષભાવ (“હું”) અને અહંકારની ઉત્પત્તિનાં કારણોનાં ફોડ પાડ્યા છે.

Rs 70.00
Your price: Rs 120.00

Description

પ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મો ને અગોપિત (ખુલ્લાં) કરવામાં આવ્યા છે અને એ કારણોની પણ ઓળખાણ પાડવામાં આવી છે કે જેનાં કારણે આપણે આત્માનુભવ કરવામાં અસમર્થ રહ્યા છીએ. પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે.

આ પહેલાં ભાગમાં બ્રહ્માંડનાં છ અવિનાશી તત્વોનું વર્ણન, વિ`શેષભાવ (“હું”) અને અહંકારની ઉત્પત્તિનાં કારણોનાં ફોડ પાડ્યા છે. આત્મા તેના મૂળ સ્વભાવમાં રહીને, સંયોગોના દબાણ અને અજ્ઞાનતાનાં લીધે એક અલગ જ અસ્તિત્વ (“હું”) ઉભું થાય છે. “હું” એ ફર્સ્ટ લેવલનું અને “અહમ” એ સેકન્ડ લેવલનું અલગ અસ્તિત્વ છે.

રોંગ બિલિફો જેવી કે, “હું ચંદુલાલ છું”, “હું કર્તા છું” ઊભી થાય છે અને પરિણામે ક્રોધ, માન, માયા અને લોભ આવી રોંગ બિલિફોમાંથી ઊભાં થયા. “હું ચંદુલાલ છું” આ બિલિફ બધાજ દુઃખોનું મૂળ છે. એકવાર આ બિલિફ જતી રહે તો પછી કોઈપણ દુ:ખ રહેતું નથી.

Product Tags: Aptavani-14 Part 1
Read More
success