Description
મોક્ષનો રસ્તો બધા માટે ખુલ્લો છે. તેને શોધવાની જરૂર છે. ‘જેને છૂટવું છે તેને કોઈ બાંધી શકતું નથી અને જેને બંધાવું છે તેને કોઈ છોડાવી શકતું નથી’.—પરમ પૂજ્ય દાદાશ્રી
પોતે શેનાથી બંધાયો છે? પોતે અજ્ઞાનથી બંધાયો છે અને જ્ઞાન ( આત્મજ્ઞાન )થી મુક્તિ મેળવી શકે છે. બધા બંધનોનું મૂળ કારણ અજ્ઞાન છે.
આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના આધ્યાત્મિક વિચારો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સાદી અને સરળ રીતે ચર્ચવામાં આવ્યા છે. તેમણે આ જગતની વાસ્તવિકતા, સાંસારિક મોહ અને તેના પરિણામો, ધર્મના પ્રકાર (રીયલ અને રીલેટીવ ધર્મો ), તપના પ્રકાર ( આંતર અને બાહ્ય તપ ), યોગના પ્રકાર (જ્ઞાન અને અજ્ઞાન યોગ ), સંજોગોના પ્રકાર ( સ્થૂળ અને સુક્ષ્મ ), મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના કાર્યોની ચર્ચા કરી છે. પરમ પૂજ્ય દાદાશ્રીનું આવું જ્ઞાન વાચકને અજ્ઞાન દૂર કરી, મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે.
આ જ્ઞાનનું પુસ્તક એ કોઈ ધર્મનું પુસ્તક નથી; એ વ્યવહારુ આધ્યાત્મ વિજ્ઞાનનું પુસ્તક છે. તે આધ્યાત્મ ઇચ્છુક(મુમુક્ષુઓ), દાર્શનિકો, વિચારકો, અને ખરેખરા શોધકને અત્યંત ઉપયોગી છે.