Description
કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણેજ. જો વ્યક્તિ સુખ માણે છે તો તે તેના સારા કર્મો નું ફળ છે. પરંતુ જગતનો કાયદો નિમિત્તને ( દેખીતો કર્તા – દુઃખ પહોંચાડનાર વ્યક્તિ ) દોષી જુએ છે. ભગવાનનો કાયદો, અસલી કુદરતનો કાયદો, અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે અને તેને કદી કોઈ બદલી શકે નહિ. આ દુનિયામાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને પણ દુઃખ આપી શકે, સરકારનો કાયદો પણ નહિ.
જયારે આપણી કોઈ દેખીતી ભૂલ નથી હોતી અને આપણને કોઈ ભોગવટો આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને વારંવાર સવાલ પૂછીએ છીએ, શા માટે મને? મારી શું ભૂલ છે? કોની ભૂલ છે? લુંટનારની કે લુંટાનારની? આ દુનિયામાં કોની ભૂલ છે તે જો તમારે જાણવું હોય તો, કોણ ભોગવે છે અને તમારા ભોગવટાની પાછળ ક્યા કારણો છે? તે શોધો
આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી બધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.