Description
તમને ચોરી કરવી ગમે? તમને જુઠું બોલવું ગમે? તમને કોઈને મારી નાખવાનું (હિંસા) ગમે? તો પછી વિષયમાં એવું શું છે કે તે પોતાને ગમે છે? તે ફક્ત રોંગ બિલીફના કારણે છે. બીજાઓએ કહ્યું તેથી તમે પણ માનો છો કે વિષયમાં પરમ સુખ છે. પણ તે સત્ય નથી.
સ્વાભાવિક રીતે વિચારો, શું તમારી બીજી ઇન્દ્રિયોને તે ગમે છે? શું આંખોને તે ગમે છે? શું કાનો સાંભળે છે ત્યારે તેમને તે ગમે છે? શું જીભ ચાટે તો તે મીઠું લાગે છે? નાકને તે ખરેખર ગમતું હશે, નહિ? કોઈ પણ ઇન્દ્રિયને તે ગમતું નથી.
દરેક માણસે વિષયનું પરીણામ શું છે અને બ્રહ્મચર્ય પાળવાના શા ફાયદા છે તે ઓળખવા જોઈએ. પોતાના કાયદેસરના સાથીદાર સાથે પણ ફક્ત એક વખત વિષય ભોગવવાથી, લાખો જીવોની હિંસા થાય છે; અને પોતાના લગ્નના સાથીદાર સિવાય બીજા કોઈ સાથેનો વિષય નરકમાં જવાનું કારણ છે.
દરેક જણ સહમત થાય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરંતુ તે પાળવું કેમ? કોઈએ કદી તેનો રસ્તો બતાવ્યો નથી.
આ પુસ્તકમાં તમે જોશો કે બ્રહ્મચર્ય પાળવાના સચોટ અને સ્પષ્ટ રસ્તા બતાવ્યા છે. વર્તમાન અને ભવિષ્યના વિષયના ભયંકર જોખમ વાંચીને લોકોને ધક્કો લાગશે અને તેઓ કહેશે “અમને આની જાણ જ ન હતી.