• INR
Close

Gujarati

  • Picture of ટુ ઇન વન બોર્ડ ગેમ

ટુ ઇન વન બોર્ડ ગેમ

પ્રસ્તુત છે:- બાળકો અને યુવાનો માટે જાઇન્ટ ટુ ઇન વન ગેમ!! બંને ગેમમાં કષાયસામે જીતવાનો મોકો તમને મળશે (અંદરના છુપા શત્રુઓ સામે જેમકે.. ક્રોધ,માન,માયા,લોભ) સાથે સાથે આ ગેમ થકી કષાયના સ્વરૂપની સમજણ અને તેની સામે જ્ઞાનની સાચી ચાવીઓની તમને ઝલક મળશે.

Rs 65.00

Description

ટીકીટ ટુ મહાવિદેહ અને ગેમ ઓફ કર્મ-

પ્રસ્તુત છે:- બાળકો અને યુવાનો માટે જાઇન્ટ ટુ ઇન વન ગેમ!! બંને ગેમમાં કષાયસામે જીતવાનો મોકો તમને મળશે (અંદરના છુપા શત્રુઓ સામે જેમકે.. ક્રોધ,માન,માયા,લોભ) સાથે સાથે આ ગેમ થકી કષાયના સ્વરૂપની સમજણ અને તેની સામે જ્ઞાનની સાચી ચાવીઓની તમને ઝલક મળશે.

બંને ગેમમાં, અંતે તમે સંસારની ભુલભુલામણીમાંથી મુક્ત થઇ મહાવિદેહ અને ત્યાંથી મોક્ષગતિને પામશો.

ટીકીટ ટુ મહાવિદેહ

આ ટીકીટ ટુ મહાવિદેહ ગેમમાં તમારે કષાયોને જીતીને ભરતક્ષેત્રથી, મહાવિદેહક્ષેત્ર (એટલે આનંદનું ધામ છે ત્યાં) સીમંધર સ્વામી પાસે પહોચવાનું છે. જ્યાંથી તેમના દર્શન થકી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ સફરમાં તમને કષાયરૂપી ગ્રહોના સ્ટેશનો આવશે, જેને તમારે પસાર કરવા પડશે.

આ ગેમમાં ૧૮ સ્ટેશનો આવશે. અને રમનારે કોઈપણ ૩ કષાય કાર્ડસ પસંદ કરવાના રહેશે જેને તેઓ જીવતા માંગતા હોય.. જે તમને મહાવિદેહક્ષેત્રમાં સીમંધર સ્વામી જોડે પહોચાડવાની તક આપશે. પસંદગી કરેલા રસ્તા પરથી પસાર થતી વખતે રમનાર કષાયના સ્વરૂપને સમજશે. ત્રણેય સ્ટેશન પાર કર્યા પછી તે મહાવિદેહક્ષેત્રની ટીકીટમેળવશે અને ગેમ જીતશે. આ સુંદર રંગબેરંગી બોર્ડ, દરેક ઉમરના બાળકોને રમવા માટે આકર્ષે છે. અને સાથે સાથે તેમના અંદર આધ્યાત્મિક જ્ઞાનનો પણ વધારો કરશે-કારણ કે તેમને અંતરશત્રુઓને ઓળખવાનો સમજણ અને એ શત્રુઓની સામે અને મોક્ષે તરફના રસ્તા પાર તેઓ કેવી રીતે વર્તશે તેની સમજણ મળે છે.

ગેમ ઓફ કર્મ

ગેમ ઓફ કર્મ, એ બાળકોને મઝા આવે તેવી રમત છે. જ્યાં તેઓ પામશે.. રોજીંદા વ્યવહારમાં તેમના સારા અને ખરાબ વર્તનની ફક્ત સમજણ જ નહી... ઊપાય પણ, જે તેમને મોક્ષ તરફ આગળ વધવા માટે મદદ કરે.

અહીં અલગ અલગ કલરના ચાર ઘર છે. જે કર્મભુમી દર્શાવે છે. રમનારે તેમના ઘરથી આગળ વધી મોક્ષ સુધીના અંતિમ લક્ષે પહોચવાનું છે. સફરમાં તમને તમારા કરેલ કર્મનું ફળ મળે છે. સારા કર્મો કરવાથી આગળ વધો છો અને ખરાબ કર્મ કરવાથી પાછળ જાવ છો. રમતા-રમતા બધાં કર્મો પૂરા કરી તમે મોક્ષે પહોંચો છો.

તો તૈયાર થઇ જાવ... તમારા માર્કસ દ્વારા કષાયો સામે જીતીને... આનંદભર્યો એક નવો જ સફર પાર કરવા.

Read More
success