• INR
Close

Books

  • Picture of આપ્તવાણી - ૩

    Out Of Stock

આપ્તવાણી - ૩

આ પુસ્તકમાં, પરમપૂજ્ય દાદાશ્રીએ આત્મા અને તેના ગુણધર્મો અને પોતાના જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ શું છે? સ્વસત્તા, પરસત્તા, સ્વપરિણામ, અને પરપરિણામ, વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્મા અને બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

Rs 120.00

Description

લોકોને જીવનમાં સંખ્યાબંધ ધ્યેયો અને મહત્વાકાંક્ષાઓ હોય છે. છતાંપણ, આપણામાંના મોટા ભાગના લોકો “ હું કોણ છું ?” સવાલનો જવાબ આપવામાં અસમર્થ છે. અનંતકાળથી લોકો જીવનમાં ભૌતિક ચીજો પાછળ પડેલા છે. છતાંપણ, એક ખરા જ્ઞાની પુરુષ આત્મસાક્ષાત્કારનો ખરો રસ્તો બતાવશે અને સંસારિક બંધનોથી મુક્ત થવામાં મદદ કરશે. 

આ પુસ્તકમાં, પરમપૂજ્ય દાદાશ્રીએ આત્મા અને તેના ગુણધર્મો અને (આત્માના) પોતાના જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ શું છે? સ્વસત્તા (બહારના સંજોગો પર આધારિત ન હોય) પરસત્તા ( બહારના સંજોગો પર આધારિત ) સ્વપરિણામ (રીલેટીવ સ્વરૂપના જ્ઞાતા દ્રષ્ટા ) અને પરપરિણામ (પોતાને કર્તા જાણીને), વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્મા અને બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

પુસ્તકના બીજા ભાગમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ અથડામણ વગર જીવન કેમ જીવવું, રાઇટ બિલીફથી કઈ રીતે દુઃખ નથી રહેતું, અને કુટુંબને લગતા મુદ્દાઓ, જેવા કે છોકરાઓ સાથેનો વ્યવહાર, સામાને સુધારવા કરતાં જાતે સુધરવું, એડજસ્ટમેન્ટ લેવા, રીલેટીવ બાબતમાં ઉપલક રહેવું, કુટુંબના સભ્યોને જુદા જુદા વ્યક્તિઓ સાથે, મહેમાનો સાથે, ઉપરીઓ સાથે, સંબંધોમાં સ્વાભાવિકતા રાખવી વગેરે માટે ચાવીઓ આપી છે.   

આ પુસ્તકનું વાંચન આપણા જીવનમાં પરમ આનંદ અને શાંતિ મેળવવામાં ઘણું ઉપયોગી થશે.

Product Tags: Aptavani-03
Read More
success