• INR
Close

Books

  • Picture of દાદા ભગવાન અને શ્રી સીમંધર સ્વામી (૨ પુસ્તકોનો સેટ)

દાદા ભગવાન અને શ્રી સીમંધર સ્વામી (૨ પુસ્તકોનો સેટ)

આ પુસ્તકોના સેટમાં જેમણે સ્વયં સ્ફુરિત આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને આધ્યાત્મિકતાને લગતા બધા સવાલોના ખુલાસા આપ્યા છે એવા જ્ઞાની પુરુષ દાદા ભગવાન વિષે કહેવામાં આવ્યું છે. તેમનામાં એવી આધ્યાત્મિક શક્તિ હતી કે જેઓ એમની પાસે જતાં તેમને શરીર અને આત્માના જુદાપણાનો અનુભવ થતો. તેઓ હાજર જીવતા તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સાથે અનુસંધાન સાધી શકતા અને આપણી માટે પણ તેમણે તે શક્ય બનાવ્યું.

Rs 45.00

Description

. દાદા ભગવાન કોણ ?

. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી

આ પુસ્તકોના સેટમાં જેમણે સ્વયં સ્ફુરિત આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને આધ્યાત્મિકતાને લગતા બધા સવાલોના ખુલાસા આપ્યા છે એવા જ્ઞાની પુરુષ દાદા ભગવાન વિષે કહેવામાં આવ્યું છે. તેમનામાં એવી આધ્યાત્મિક શક્તિ હતી કે જેઓ એમની પાસે જતાં તેમને શરીર અને આત્માના જુદાપણાનો અનુભવ થતો. તેઓ હાજર જીવતા તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સાથે અનુસંધાન સાધી શકતા અને આપણી માટે પણ તેમણે તે શક્ય બનાવ્યું.

૧. દાદા ભગવાન કોણ ?

જુન ૧૯૫૮ના આશરે સાંજે છ વાગ્યાના સુમારે, ગુજરાતના સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણના બાંકડા પર સુઘડ કપડા પહેરેલા કાળી ટોપીવાળા એક સજ્જન બેઠા હતા. પ્લેટફોર્મ ટ્રેનો અને લોકોથી ધમધમી રહ્યું હતું. તેમણે સૂર્યાસ્ત પહેલાં સાંજનું વાળુ હમણાં જ પૂરું કર્યું હતું અને વડોદરા જવા માટે બીજી ટ્રેનની રાહ જોતાં હતા. તેમનું નામ હતું અંબાલાલ મૂળજીભાઈ પટેલ. તેમના સહાયક વાસણો ધોવા ગયા. આ સમયે અંબાલાલની અંદર કુદરતે વિલક્ષણ આધ્યાત્મિક જગત ખુલ્લું કર્યું. અડતાલીસ મિનિટ ચાલેલા આ સ્વયંસ્ફૂરિત આત્મજ્ઞાન પછી જગતે અંબાલાલને જ્ઞાની પુરુષ દાદાશ્રી તરીકે જાણ્યા. સર્વજ્ઞ ‘દાદા ભગવાન’ તેમનામાં પ્રગટ થયા.

કુદરત ક્રમે અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી રીતે દાદા ભગવાન વ્યક્ત થયા. આ તેમની પૂર્વેના કેટલાય ભવોની આધ્યાત્મિક સાધનાની પરાકાષ્ઠા હતી. આ આધ્યાત્મિક જ્ઞાન સંપૂર્ણ અને સ્વયંસ્ફૂરિત રીતે વ્યક્ત થયું હતું અને આ જ્ઞાન હવે અક્રમ વિજ્ઞાનના નામે ઓળખાય છે. એક કલાકમાં તેમને બ્રહ્માંડ દર્શન લાધ્યું હતું. આધ્યાત્મિકતા ને લગતા બધા સવાલોના જવાબોનું દર્શન થયું અને સવાલો પુરેપુરા ઓગળી ગયા. આ જગત શું છે? તેને કોણ ચલાવે છે? હું કોણ છું? આપણે બધા કોણ છીએ? કર્મ શું છે? બંધન શું છે? મુક્તિ શું છે? મુક્તિ નું રહસ્ય શું છે? મોક્ષ કેવીરીતે મળે? આવા અસંખ્ય સવાલોના જવાબો આ પ્રક્રિયામાં ખુલ્લા થયા. આમ કુદરતે જગતને, સર્વોચ્ચ અને અજોડ આધ્યાત્મિક દર્શન, ભાદરણ ગામનાં સમાજના માનવંતા સભ્ય, પરણેલા અને કોન્ટ્રેક્ટનો ધંધો કરતાં શ્રી એ. એમ. પટેલના, માધ્યમથી આપ્યું.

સંસારી હોવા છતાં આ કોઈ સામાન્ય પુરુષ ન હતા જેમનામાં અનંતને સમજવા, જાણવા અને અનુભવવાની અદમ્ય ઈચ્છા બાળપણથી હતી. જુન ૧૯૫૮ના આ દિવસે આવા મનુષ્યમાં અસામાન્ય વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન વ્યક્ત થયું.

વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી

શાસ્ત્રો કહે છે કે આજે આ કાળમાં આપણા આ જગત માંથી સીધા મોક્ષે જવું શક્ય નથી, છતાંપણ હંમેશને માટે લાંબા કાળથી વાયા મહાવિદેહ ક્ષેત્ર ( બીજા ક્ષેત્ર નું જગત ) રસ્તો ખુલ્લો જ છે. તે માટે મહાવિદેહ ક્ષેત્રે જઇ જીવતા તીર્થંકર શ્રી સીમંધર સ્વામીના દર્શન કરવાથી અંતિમ મોક્ષ મળે છે. દાદાશ્રીએ બધા મુક્તિના ઇચ્છુકોને (મુમુક્ષુઓને) પહેલાં આત્મજ્ઞાન આપ્યુંને પછી તેઓ બધા અંતરની પાક્કી ખાતરી સાથે મહાવિદેહના પંથે ચડ્યા છે.

આ ધરતી પર આ કાળમાં કોઈ જીવતા તીર્થંકર નથી, પરંતુ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર શ્રી સીમંધર સ્વામી જીવે છે. સીમંધર સ્વામી આ પૃથ્વીના મુમુક્ષુઓને મોક્ષ આપી શકે છે. જ્ઞાનીઓએ આ રસ્તો ફરી ખુલ્લો કર્યો છે અને તેઓ મુમુક્ષુઓને આ રસ્તે મોકલી રહ્યા છે.

જીવતા તીર્થંકરને ઓળખી, તેમની પ્રત્યેનો સમર્પણ ભાવ જાગૃત કરી, દિવસ અને રાત તેમની ભક્તિ કરી, તેમની સાથે અનુસંધાન કરી અને અંતે તેમના પ્રત્યક્ષ દર્શન કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જવાય છે એમ જ્ઞાનીઓ કહે છે.

જેમ જેમ સીમંધર સ્વામી પ્રત્યે સમર્પણભાવ વધશે, તેમ તેમ તેમની સાથેનું જોડાણ વધતું જશે અને આ જોડાણથી તેમની સાથે આવતા ભવનું ઋણાનુબંધ બંધાશે. અંતે આ ગાઢ બનેલું ઋણાનુબંધ ભગવાનના ચરણો સુધી પહોંચાડશે અને મોક્ષે લઇ જશે.

Read More
success