Description
પુસ્તકોની આ શ્રેણીમાં પ્રભાવશાળી પ્રેરણાદાયી પુરુષ શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલના જીવન પ્રસંગોને સચિત્ર દર્શાવવામાં આવ્યા છે. ઉચ્ચ સમજણ શકિત અને નૈતિક મૂલ્યોથી પ્રેરાઈને આખરે તેઓ અજોડ ‘આત્મજ્ઞાની’ પરમ પૂજ્ય દાદાભગવાન બન્યા, કે જેમણે આધ્યાત્મિક જગતનો ક્રમ જ બદલાવી નાખ્યો.
આ બીજા ભાગમાં યુવાન અંબાલાલ વિષે સચિત્ર વર્ણન છે. બાળપણથી જ લોકસંજ્ઞા અને ભ્રામક લૌકિક માન્યતાઓથી દોરાવાના બદલે, અંબાલાલ કે જેમની પાસે અદભુત અંતરસૂઝ અને અંતરદૃષ્ટિ હતી, તેઓ હમેંશા કોઈપણ પરિસ્થિતિમાં મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો ખોળી કાઢતા. આ પુસ્તકમાં તેમના રોજીંદા જીવનના કેટલાય પ્રેરણાદાયી પ્રસંગો તેમના ‘સંશોધક’ હૃદયને વાચા આપે છે.
આ પુસ્તક તેમના રોજિંદા જીવનનાં સામાન્ય પ્રસંગોનું અસામાન્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પૃથ્થકરણ કરવાની તેમની અદભૂત ક્ષમતાને પ્રદર્શિત કરે છે.