Description
૧. અહિંસા
૨. ભાવના સુધારે ભવોભવ
૩. ત્રિમંત્ર
મનુષ્યના મનના બધા સવાલો આ પુસ્તકોના સેટમાં ખુલ્લા થાય છે. ધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? શું તમે તેનાથી નાસીપાસ થયા કે મુંઝાયા નથી? આની પાછળ શું કારણ છે? જેવા સવાલોના ઉકેલો મેળવવા અને ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો ફરક સમજવા આગળ વાંચો...
૧. અહિંસા
પ્રાણીઓ, જીવજંતુ અને નાના જીવોને મારવા તે દ્રવ્ય હિંસા છે. અને બીજાને માનસિક સંતાપ આપવો, બીજા ઉપર ક્રોધ કરવો તે ભાવ હિંસા છે. માણસ ખૂબ જ પ્રયત્ન કરે છતાંપણ અહિંસક રહેવું અઘરું છે. હકીકત માં ક્રોધ, મિથ્યાભિમાન, આસક્તિ, લોભ એ ખરી હિંસા છે. દ્રવ્ય હિંસા કુદરતના કાયદા પ્રમાણે ચાલ્યા કરે છે અને તે કોઈના વશમાં નથી.
કષાય ( ખરાબ ભાવ, વર્તન કે વાણી ) એ સૌથી મોટી હિંસા છે અને તેથી ભગવાને કહ્યું કે સૌથી વધારે મહત્વનું કષાય ન કરવા તે છે. આ પ્રકારની હિંસા એટલે સ્વ હિંસા અથવા ભાવ હિંસા. જો દ્રવ્ય હિંસા થાય, તો તેને થવા દો, પરંતુ કોઈપણ સંજોગો માં ભાવ હિંસા ના થવા દેવી જોઈએ. તેને બદલે લોકો દ્રવ્ય હિંસા રોકવાના પ્રયત્નો કરે છે અને ભાવ હિંસા કર્યે રાખે છે.
જો કોઈ વ્યક્તિ પોતાના મનમાં નિશ્ચય કરે કે કોઈપણ સંજોગોમાં તે કોઈ જીવ ને નહિ મારે તો તે કોઈપણ જીવ હિંસામાં નિમિત્ત નહિ બને. એવા લોકો છે જેઓ દ્રવ્ય હિંસા રોકવા મક્કમ છે. તેઓ દેખીતી જીવ હિંસા અટકાવી શકશે. છતાંપણ જો તેઓ વેપારમાં પોતાની બુદ્ધિથી બીજાનો ફાયદો ઉઠાવે છે તો અને પોતાના લોભથી તેઓ ભાવ હિંસા કરવાનું ચાલુ જ રાખે છે. આ બધી હિંસા જ છે.
સ્થૂળ કે સૂક્ષ્મ, હિંસા અહિંસા વિષે જ્ઞાની પુરુષે જાતે ખુલ્લું કર્યું છે તે પ્રમાણે આગળ વધારો જાણો.
જેઓ અહિંસા પાળી ને મુક્તિના માર્ગે આગળ વધવા માગે છે તેને આ વાંચન નિશંક રીતે મદદગાર સાબિત થશે.
૨. ભાવના સુધારે ભવોભવ
ધર્મ અને ધાર્મિક ક્રિયામાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? શું તમે તેનાથી નાસીપાસ થયેલા અને મૂંઝાયેલા નથી? આની પાછળનું કારણ શું છે?
પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી મુંઝવણની પાછળના રહસ્યની ચોખવટ કરી છે. તેઓ કહે છે, બધું આચરણ અને વર્તણુંક એ ગયા અવતાર માં સેવેલા કારણોનાં ફળરૂપે છે. તે પરિણામ છે. ભાવ શબ્દ એ ઊંડા અંતરના હેતુ માટે છે, તે દેખાતો નથી. આ ભાવ એટલે કારણ. પરિણામ કોઈ બદલી ના શકે. જો કારણ બદલાશે તો પરીણામ બદલાશે.
પરમ પૂજ્ય દાદાશ્રીએ બધા શાસ્ત્રો નો સાર કાઢીને આપણને નવ કલમો રૂપે આપ્યો છે. આ નવ કલમો એ પાયાના સ્તરેથી ભાવ બદલવા માટેની ચાવીઓ છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી પણ ભાવમાં આવો બદલાવ નહિ આવે.
હજારો લોકોએ આ કલમોના સરળ સંદેશથી ફાયદો મેળવ્યો છે. આ નવ કલમો બોલ્યા કરવાથી, અંદરના નવા કારણ સંપૂર્ણપણે બદલાય છે અને પોતે આજ જીવનમાં આંતર શાંતિ મેળવે છે. તે પોતાનાં જીવન માંથી બધી નકારાત્મકતા ધોઈ નાખશે. આ બધા ધર્મ નો સાર છે.
મુક્તિ નો પંથ - આધ્યાત્મિક પ્રગતિ પછી સરળ થશે.
૩. ત્રિમંત્ર
લોકો ધર્મ માં ‘મારું’ અને ‘તારું’ માટે ઝઘડે છે. આવા ઝઘડાને દૂર રાખવા માટે આ ત્રિમંત્ર છે. જયારે ત્રિમંત્રનો મૂળ અર્થ સમજાશે ત્યારે, ખ્યાલ આવશે કે આ મંત્ર કોઈ એક ધર્મ અથવા ગચ્છ, અથવા સંપ્રદાય માટે અલાયદો નથી. ત્રિમંત્ર માંના નમસ્કાર જેમણે સર્વોચ્ચ જાગૃતિ મેળવી છે તેમને બધાને છે, જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ત્યાંથી શરુ કરીને જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેમણે અંતિમ મુક્તિ, મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમને પણ છે. આવા નમસ્કારથી જીવનના અંતરાય દૂર થાય છે, મુશ્કેલીઓમાં પણ શાંતિ લાગે છે અને મોક્ષના લક્ષ તરફ ડગલાં મંડાય છે.
જ્ઞાની પુરુષ દાદાશ્રીએ આપણને ત્રિમંત્ર આપ્યો છે. આ મંત્ર સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી છે. તેઓ આપણને સંપૂર્ણ જાગૃતિ સાથે સવારે અને રાત્રે એ પાંચ પાંચ વખત બોલવા કહે છે. જો તમને બહુ સમસ્યા હોય તો એક કલાક બોલશો તો તમે જોશો કે તમારી સમસ્યાઓ ઘણી બધી ઓછી થઇ જશે. આ મંત્રમાં બધી મુશ્કેલીઓ ઓછી કરવાની શક્તિ છે. તે પહાડ જેવી મુશ્કેલીને ઢગલી જેવી કરી શકે છે!
જેઓ આ મંત્ર પૂરી સમજણ સાથે બોલે છે તેમને તે કઈ રીતે ઉંચે ચડાવે છે તે પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે. તમે જાતે રટણ કરો અને અનુભવોકે કેમ મુશ્કેલીઓ કેવીરીતે ઓછી થાય છે.