• INR
Close

Kids

  • neel series 4

દિશા કઈ ? ચાલી રહ્યા ક્યાં ? (નીલ-૪)

આ પુસ્તકની શ્રેણીમાં (સીરીઝમાં) તરુણાવસ્થાના સંબંધોની ગૂંચવણોની સાથે સામર્થ્યનાં યુધ્ધનું જોડાણ થાય છે

Rs 40.00

Description

આ પુસ્તકની શ્રેણીમાં (સીરીઝમાં) નીલ નામના બાળકની બાળ વયથી લઈને યુવાન વય સુધીની તેના મિત્રો સાથેની જીવન યાત્રાને દર્શાવવામાં આવી છે. આ પુસ્તકમાં બાળપણથી શરૂ કરીને યુવાવસ્થા (કિશોરવસ્થા) દરમ્યાન આવતા માનસિક બદલાવો તેમજ શારિરીક અને ભાવનાત્મક પરિવર્તન અને તેના પરિણામે દરેક તબક્કે અનુભવાતી સમસ્યાઓ અને મૂંઝવણોને સચિત્ર દર્શાવવામાં આવી છે.

પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) કાયમ કહેતા કે, “અત્યારનું જનરેશન હેલ્ધી માઈન્ડવાળું છે. તેઓ ચોખ્ખા અને નિખાલસ છે. તેઓને કોઈપણ પ્રકારની મમતા નથી બસ, થોડા મોહી છે. આ છોકરાઓને વાળનાર જોઈએ. અમારા હાથે વળે એટલે ઓલરાઈટ થઈ જાય. પછી આમનામાં સંસ્કાર સિંચન બહું ઝાઝો સમય નહી લે. (અમારા હાથે વળે એટલે ઓલરાઈટ થઈ જાય, ભગવાન થઈ જાય.)”

પરમ પૂજ્ય દાદાશ્રીની ઉપરોકત વાણીને ધ્યાનમાં રાખીને, એક સુંદર નાનકડી વાર્તા અહીં રજુ કરેલ છે, જેમાં એક ટીનેજર દ્વારા તેના રોજીંદા જીવનમાં અનુભવાતા પ્રસંગોનું વર્ણન છે. આ વાર્તાના પાત્રો ક્યારેક ફસામણ તો ક્યારેક મૂંઝવણ અનુભવે છે. ક્યારેક તેમાંથી તેઓ સલામત રીતે બહાર નીકળી જાય છે તો ક્યારેક તેઓને ખોટા રસ્તે ફસાઈ જતા દર્શાવેલ છે. તેના ખરાબ અને સારા પરિણામો અને સાથે સાથે કેવીરીતે તેઓ આ દરેક પ્રસંગોને પરમ પૂજ્ય દાદાશ્રીની સરળ અને અદ્ભૂ ત સમજણથી ઉકેલે છે, તેનું કલાત્મક વર્ણન આ પુસ્તકમાં છે.

આ પુસ્તકમાં ......

તરુણાવસ્થાના સંબંધોની ગૂંચવણોની સાથે સામર્થ્યનાં યુધ્ધનું જોડાણ થાય છે, કારણકે રોહન અને નીકી આ વર્ષે સ્કુલમાં ‘હેડ પ્રીફેકટ’ થાય છે. આ સફળતાએ તેમના સંબંધો પર જે અસર કરી અને પરિણામે જે અનુભવ તેમને થયો.......

તેઓ બધા તેમનાં પોતાના ઘરે હોવા છતાં, દરેકનાં મનમાં એકબીજા માટેનાં વિચારો રમતાં હતાં. તનુ રોહનનાં મનમાં હતી. નીકી તનુનાં મનમાં હતી. નીલ યશ વિશે વિચારતો હતો અને યશ અંજલી વિશે વિચારતો હતો. આ દરમ્યાન, નીકીનુ મન સચીન, અંજલી, રોહન, તનુ અને યશ માટેના વિચારોથી ભરાઈ ગયું..... યશ આ બધામાં સૌથી વધારે અસ્વસ્થ હતો.....

આખરે, તેણે અંજલીના ઘર તરફ ચાલવાનું શરૂ કર્યુ.....

શું હજુપણ આ આઠેય પહેલાની જેમ સારા મિત્રો બનીને રહી શકશે? આ સંઘર્ષ કે જેનો દરેકને અનુભવ થઈ રહ્યો છે તેનું શું થશે? શું તેઓ આમાંથી બહાર નીકળી જશે કે તેમાં ડૂબી જશે?

Read More
success