Description
૨૦૦૧માં મોન્ટ્રીયલમાં યોજાયેલ ગુરુપૂર્ણિમાના નિમિત્તે પૂજ્ય નીરુમા સાથે થયેલ સત્સંગનો સમાવેશ થાય છે. તેમાં જ્ઞાની ના દોષ જોવાના જોખમો અને દોષ જોવાયા હોય તો તેના ઉપાયો, જ્ઞાન લીધા પછી પ્રગતિ માટે પાંચ આજ્ઞાના પાલનની મહત્વતા અને પુરુષાર્થના પંથે મહત્મોથી મરાતી પોલોનો પરિચય પૂજ્ય નીરુમા દ્વારા પ્રાપ્ત થાય છે. સાથે ગમે તેવી પરિસ્થિતિમાં બીજાને નિર્દોષ જોવાની દ્રષ્ટિ, મોહ કષાય પર સૂક્ષ્મ સમજણ, માં-બાપ છોકરાના વ્યવહારમાં ઉભા થતા પ્રશ્નો અને તેના નિરાકરણના ઉપાયો વગેરે ઉપર સુંદર ફોડ પાડે છે, જે વર્ષો સુધી મહાત્માઓને પ્રત્યેક તબક્કે ઉપયોગી સાબિત થાય છે.