Description
જિંદગી માત્ર જીવતા રહેવાથી કંઇક વિશેષ છે. જિંદગીમાં જીવતા રહેવાથી વિશેષ કંઇક હોવું જ જોઈએ. જિંદગીનો કોઈક ઉચ્ચ હેતુ હોવો જ જોઈએ. જિંદગીનો હેતુ “ હું કોણ છું ? “ ના ખરા જવાબ સુધી પહોંચવાનો છે. અનંત જન્મોનો આ વણઉકેલ્યો પ્રશ્ન છે. “ હું કોણ છું ?“ ની શોધની ખૂટતી કડીઓ હવે જ્ઞાની પુરુષની વાણી દ્વારા શબ્દોથી મળે છે.
આ શબ્દોનું (વાણીનું) સંકલન સમજણના હેતુ માટે કરવામાં આવ્યું છે. હું કોણ છું? હું શું નથી? પોતે કોણ છે? મારું શું છે? શું મારું નથી? બંધન શું છે? મોક્ષ (મુક્તિ) શું છે? ભગવાન છે? ભગવાન શું છે? જગતમાં કર્તા કોણ છે? ભગવાન કર્તા છે કે નહિ? ભગવાન નું ખરું સ્વરૂપ શું છે? આ જગત માં કર્તા નું ખરું સ્વરૂપ શું છે? જગત કોણ ચલાવે છે? કેવી રીતે ચાલે છે? ભ્રાંતિ નું ખરું સ્વરૂપ શું છે? જે કંઈ પણ પોતે જાણે છે તે સત્ય છે કે ભ્રમ છે? પોતાના જાણેલા જ્ઞાનથી પોતે મુક્ત થશે કે બંધાયેલો રહેશે?
આ સવાલોની પાછળના સત્યની આ પુસ્તક સચોટ સમજણ આપે છે.