Description
આ વિડીયો સત્સંગમાં પૂજ્ય નીરુમા દ્વારા "જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું" એ શ્રીમદ રાજચંદ્રના કથનની વિસ્તૃત સમજણ મળે છે. જગતમાં જાણવા જેવી કોઈ ચીજ હોય તો તે આત્મા જ છે. જ્ઞાન, દર્શન, ચરિત્ર અને પરમાનંદ સ્વરૂપી આત્મા માત્ર જોનાર-જાણનાર છે. પરમ પૂજ્ય દાદાશ્રી કથિત, એ "જાણનારાને જાણવો" એમાંજ સર્વ શાસ્ત્રોનો સાર સમાયેલો છે એ વાતને પૂજ્ય નીરુમા સરળ ભાષામાં સમજાવે છે.