• INR
Close

Books

  • Picture of ક્રોધ

ક્રોધ

ક્રોધિત લોકો સાથે કેમ વર્તવું? જયારે કોઈ યંત્ર બહુ ગરમ થઇ જાય, ત્યારે આપણે તેને થોડા સમય માટે એમજ છોડી દેવું જોઈએ તો તે ટુંક સમયમાં ઠંડું થઇ જશે. પરંતુ જો તમે તેને છેડતા રહેશો તો તમે દાઝશો. તમારા સંબધો અને ક્રોધની સમસ્યાના ઉકેલ માટે આગળ વાંચો.

Rs 10.00

Description

જયારે પોતાના ધાર્યા પ્રમાણે નથી થતું, અથવા જયારે સામી વ્યક્તિ પોતાને સમજતી નથી, અથવા જયારે દ્રષ્ટિકોણમાં ફરક હોય ત્યારે મોટાભાગે પોતાને ક્રોધ આવે છે. ઘણીવાર આપણને ખોટા માનવામાં આવે છે, જયારે આપણે પોતે સાચા છીએ એમ માનતા હોઈએ ત્યારે આપણને ક્રોધ આવે છે. આપણી પોતાની સમજણના આધારે આપણે પોતાને સાચા માનતા હોઈએ છીએ જયારે સામી વ્યક્તિ માને છે કે તે સાચી છે. મોટાભાગે જયારે આપણને સમજ નથી પડતી કે આગળ શું કરવું, આપણી પાસે દૂરદ્રષ્ટિ કે સૂઝ નથી હોતી ત્યારે આપણે ક્રોધિત થઈએ છીએ.

જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથેના સંબંધો ને જ આપણે નુકશાન પહોંચાડીએ છીએ. આપણે આપણા સંતાનોને બધા જ સુખચેન, સાથ, સલામતી આપવા માંગીએ છીએ પરંતુ આપણા ક્રોધથી સંતાનો પોતાના જ ઘરમાં ભયભીત રહે છે.

ક્રોધિત લોકો સાથે કેમ વર્તવું? જયારે કોઈ યંત્ર બહુ ગરમ થઇ જાય, ત્યારે આપણે તેને થોડા સમય માટે એમજ છોડી દેવું જોઈએ તો તે ટુંક સમયમાં ઠંડું થઇ જશે. પરંતુ જો તમે તેને છેડતા રહેશો તો તમે દાઝશો.

તમારા સંબધો અને ક્રોધની સમસ્યાના ઉકેલ માટે આગળ વાંચો.

Product Tags: Krodh
Read More
success