Description
વર્તમાનકાળના સૌથી મૂંઝવતા પ્રશ્નોમાં જેનો સમાવેશ થાય છે, એવા માતા-પિતા અને એમના બાળકો વચ્ચેનો વ્યવહાર - એટલેકે "જનરેશન ગેપ", અને તેને કારણે સર્જાતા વ્યવહારિક ગૂંચવાડાનો ઉકેલ આ વિડીયો સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે. એમને ખુબ સરળતાથી જીવન માં ઉતારી પણ શકાય છે. બાળકોના સંસ્કાર સિંચનમાં મા-બાપનું સૌથી મોટું યોગદાન કેવી રીતે હોય છે, એમના સર્વાંગી વિકાસ માટે મા-બાપે કઈ રીતે ધ્યાન રાખવું અને એમને સાચી દિશા આપવી, તે ઉપરાંત બાળકોએ માતા-પિતા સાથે કેવો વ્યવહાર રાખવો એ સમગ્ર ફોડ આ સત્સંગ દ્વારા મળે છે.