Description
૧. પૈસા
૨. દાન
આ પુસ્તકોના સેટમાં જ્ઞાની પુરુષ દાદાશ્રીએ “પૈસાનો વ્યવહાર“ અને “વ્યાપાર માં નીતિ“ ના અંતિમ રહસ્યો ખુલ્લા કર્યા છે. ખોટ/ઉધારના સંજોગમાં કેમ વર્તવું તેની આદર્શ ચાવીઓ શું છે? પૈસા કેવીરીતે ધીરવા? ઉધારી કેવીરીતે ચૂકવવી? મંદીના સમયમાં શું કરવું? અણહક્કના પૈસાની અસરો કેવી છે? પૈસાનો સ્વભાવ કેવો છે? આ બધા સવાલોના ઉકેલો અહીં રજુ કરવામાં આવ્યા છે.
૧. પૈસા
તમને ક્યારેય એવું અચરજ થયું છે કે શા માટે કેટલાક લોકો પાસે પૈસા છે અને કેટલાક પાસે નથી?, પૈસા અને આધ્યાત્મિકતા વચ્ચે શું સંબંધ છે?
નીતિ એ જગતના વ્યવહારનું મુખ્ય તત્વ છે. તમારી પાસે બહુ પૈસા નથી, પરંતુ તમે નીતિવાન છો તો તમને મનમાં શાંતિ હશે અને તમારી પાસે બહુ પૈસો હોવા છતાં તમે અનીતિવાન છો તો તમે દુઃખી હશો. ‘ વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ન હોવો જોઈએ’ એ વેપાર અને ધર્મ માં પાયાની નીતિ છે.
પૂર્વેના કેટલાય ભવોના અનુભવોના ફળરૂપે થયેલા આત્મજ્ઞાનથી પરમ પૂજ્ય દાદાશ્રીને આ જગત માં થતા બધા પૈસાના વ્યવહારોનું પરમ જ્ઞાન હતું. પૈસો આવવો અને પૈસો જવો, નફો – ખોટ, માણસ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે શું લઇ જશે અને શું મૂકી જશે તેના ગુપ્ત સિદ્ધાંતો, અને પૈસાના નાનામાં નાના વ્યવહારને લગતા બધા સિદ્ધાંતોનું તેમને જ્ઞાન હતું. વાણીના માધ્યમથી બહાર પડેલા તેમના જીવનના અનુભવોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે.
અમારી હાર્દિક આશા છે કે વાચકને તેનું જીવન શુદ્ધિ અને પરમ શાંતિથી જીવવાના પ્રયત્નોમાં આ પુસ્તક મદદરૂપ થાય.
૨. દાન
દાન શું છે? બીજા મનુષ્યો કે પશુઓ, જીવતાને સુખ આપવું. જયારે તમે બીજાને સુખ આપશો, ત્યારે તમને બદલામાં સુખ મળશે. તમારી પોતાની વસ્તુઓ બીજાને આપી દેવા છતાં, તમને સારું લાગશે કારણકે તમે કંઇક સારું કર્યું છે.
અનંત સુખનો અનુભવ ક્યારે થશે? જયારે તમને આ જગતમાં સૌથી પ્રિય એવી વસ્તુ, જેને તમે ખુબ જ પ્રેમ કરો છો તે આપી દેશો ત્યારે. જગતના વ્યવહારમાં એ શું છે? પૈસો લોકોને પૈસા માટે વધારે પડતો પ્રેમ હોય છે. તેને જવા દો અને વહેતો મુકો. ત્યાર પછી તમે જોશો કે જેટલો વધારે તમે આપશો તેટલો વધારે તે તમારી પાસે આવશે.
પરમ પૂજ્ય દાદાશ્રી એ સખાવત/દાન આપવાને લગતા અને બીજા સવાલો જેવા કે સખાવત શું છે? સખાવતના ફાયદા શા છે? સખાવતના પ્રકાર ક્યા છે? ક્યાં (કોને) સખાવત આપવી જોઈએ? દાન કેવીરીતે કરવું? ગુપ્ત સખાવત/ દાન શું છે?...અને બીજી ઘણી બધી વિસ્તૃત માહિતી આપી છે. ચોક્કસપણે તે વાચકને અમુલ્ય અને ઊંડું જ્ઞાન આપનારી લાગશે.