Description
આપ્તવાણી - ૧૦ (પૂર્વાર્ધ) (પાના નં ૧-૫૧૬) (ભાગ ૧-૧૧) પારાયણ દ્વારા પૂજ્ય નીરુમા અંત:કરણની રચનાની મૂળભૂત સમજણ આપે છે. "મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર" થી નિર્માતા અંત:કરણનું સ્વરૂપ, તેની કાર્યપદ્ધતિને અને તેનો ધર્મ ઓળખાવી અંત:કરણને શુદ્ધ કરવાની સમજણ ખુલ્લી થાય છે. એ સાથે પૂજ્ય નીરુમા મનનું વિસ્તૃત વિજ્ઞાન સમજાવે છે. મનનું વૈજ્ઞાનિક સ્વરૂપ, વિચાર, મનની ગ્રંથીઓ, તેના ધર્મ અને મોક્ષમાર્ગે ઉપયોગીતા અને મનને વશ કરવાના અધ્યાત્મિક ઉપાયોની સરળ ભાષામાં ઉપયોગી સમજણ મળે છે!