Out Of Stock
મેળવો નવીન અને અલૌકિક દ્રષ્ટિ "નિજદોષ દર્શન થી નિર્દોષ" ગ્રંથના પારાયણ (ભાગ-૧) દ્વારા, જે મોક્ષના રાહ પર ચાલનારને મંઝીલ સુધી પહોંચવાની વૈજ્ઞાનિક ચાવીઓ આપનાર છે.
નિજદોષ દર્શન થી નિર્દોષ ગ્રંથના અદભૂત પારાયણના આ પ્રથમ ભાગમાં પૂજ્ય દીપકભાઈ છૂટવાના કામી માટેની મૂળભૂત ચાવી આપે છે. ગમે તેવી પરિસ્થિતિમાં જગતને કઈ રીતે નિર્દોષ જોવું, અને પોતાના દોષો પર કઈ પ્રકારની જાગૃતિ રાખવી તેની અત્યંત ઝીણવટ પૂર્વક છણાવટ કરે છે. નિજના દોષોને દર્શનમાં લાવીને ધોઈ નાખીને સંપૂર્ણ નિર્દોષ બનવું એજ મુક્તિનો માર્ગ છે એ દાદાશ્રીનો સંદેશ અ વિડીઓ સત્સંગ દ્વારા મળે છે.