Description
૨૦૦૧માં અમદાવાદ તથા મુંબઇમાં યોજાયેલ પર્યુષણ પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા પાસેથી વિવિધ વિષયોની છણાવટ અને નવા વૈજ્ઞાનિક ખુલાસા માણી શકાય છે.આ વિષયોમાં ફાઇલ નંબર-૧ ઍટલેકે પોતાના પુદગલ નો સમભાવે નિકાલ કેવી રીતે કરવો તથા ભરેલા માલ નો વિરોધ કેવી રીતે કરવો, વાસ્તવિક અર્થમાં દયા-કરુણા કોને કહેવાય, પોતાની જાત પ્રત્યેનો તથા છોકરા પ્રત્યેના મોહને કેવી રીતે ઓળખવો, પોતાની બુદ્ધિના બખેડા સંસારમાં કેવી રીતે રખડાવે છે, પ્રાકૃતિક દોષો સામેનો કેવો આવશ્યક પુરુષાર્થ હોવો ઘટે, હું કઈક જાણુ છું એવો જાણપણા નો કેફ કેવી રીતે મહાત્માઓ ને પછાડે છે,પોલથી મોક્ષ માર્ગ કેવી રીતે આવરાયો છે, કર્તાપણાની ભ્રાંતિ કેવી રીતે કાઢવી, બ્રહ્મચર્યથી કેવી રીતે ક્લેશ ટળે, વીતરાગો ની અલૌકિક દ્રષ્ટિ કેવી હોય જેવા વિષયોનો સમાવેશ થાય છે, જે મહાત્માઓને મોક્ષમાર્ગ માટેની પ્રગતિના શિખરોની શ્રેણીઓ સરળતાથી ચડવા માટે અમુલ્યરૂપ ટેકો પુરો પાડે છે.