Description
બાળકો તેમના બાળપણમાં શીખેલા મૂલ્યોને, પોતાની આખી જિંદગી દરમ્યાન અનુસરતા હોય છે. તેથી નાનપણથી જ બાળકોમાં ઉચ્ચ મૂલ્યો અને સારી આદતો કેળવાય તે ખૂબ જરૂરી છે. આ પૂસ્તકમાં, રોજબરોજના જીવનમાં થતી ભૂલો જેવી કે, જૂઠું બોલવું, બીજાને દુઃખ આપવું, ચોરી કરવી, ઈર્ષા, પાશવી આનંદ વગેરેને, તેમના પરિણામ સાથે વાર્તાના રૂપમાં દર્શાવેલ છે. આ વાર્તાઓ બાળકોનાં જીવનમાં બનતી રોજબરોજની ઘટનાઓ પર આધારિત છે અને સાથે સાથે આ પરમ પૂજ્ય દાદા ભગવાનનાં અદભુત આધ્યાત્મિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને ભૂલોમાંથી બહાર નીકળવા માટેના વાસ્તવિક અને વ્યવહારિક લાગુ પાડી શકાય તેવા રસ્તાઓ પણ દર્શાવેલ છે.
બાળકોમાં ઉચ્ચ નૈતિક મૂલ્યો કેળવવામાં અને તેનું જતન કરવામાં મદદરૂપ બને તે માટે તમારા બાળકોનાં પુસ્તકોનાં સંગ્રહમાં, ચોક્કસપણે આ પુસ્તકનો સમાવેશ કરો.