Description
"સાસુ, વહુ, વર ભાગ ૧-૧૦" સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા સૌથી જટિલ સંસાર વ્યવહાર પર પ્રકાશ પાડે છે. સાસુ-વહુ વચ્ચેના વ્યવહારમાં ઉભા થતા કલેશ, મુશ્કેલીઓ, પ્રશ્નો, મુંઝવણો, મતભેદો, ઝગડા વગેરેના મૂળમાં રહેલા કષાયો ની સચોટ સમજણ પાડીને, બંને દ્રષ્ટિકોણથી સ્વીકૃત થાય એવા ઉકેલો આપે છે. આ વિડીયો સત્સંગમાં મહાત્માઓના અનુભવો સંભાળીને એ દ્રઢ થાય છે કે અક્રમ વિજ્ઞાનની પૂજ્ય નીરુમા ની ચાવીઓ વાપરીને સાસુ-વહુ અને વરના ત્રિકોણમાં સર્જાતા દરેક પ્રશ્નોનું કાયમી નિરાવરણ આવી શકે છે!