Description
શાસ્ત્રો કહે છે કે આજે આ કાળમાં આપણા આ જગત માંથી સીધા મોક્ષે જવું શક્ય નથી, છતાંપણ હંમેશને માટે લાંબા કાળથી વાયા મહાવિદેહ ક્ષેત્ર ( બીજા ક્ષેત્ર નું જગત ) રસ્તો ખુલ્લો જ છે. તે માટે મહાવિદેહ ક્ષેત્રે જઇ જીવતા તીર્થંકર શ્રી સીમંધર સ્વામીના દર્શન કરવાથી અંતિમ મોક્ષ મળે છે. દાદાશ્રીએ બધા મુક્તિના ઇચ્છુકોને (મુમુક્ષુઓને) પહેલાં આત્મજ્ઞાન આપ્યુંને પછી તેઓ બધા અંતરની પાક્કી ખાતરી સાથે મહાવિદેહના પંથે ચડ્યા છે.
આ ધરતી પર આ કાળમાં કોઈ જીવતા તીર્થંકર નથી, પરંતુ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર શ્રી સીમંધર સ્વામી જીવે છે. સીમંધર સ્વામી આ પૃથ્વીના મુમુક્ષુઓને મોક્ષ આપી શકે છે. જ્ઞાનીઓએ આ રસ્તો ફરી ખુલ્લો કર્યો છે અને તેઓ મુમુક્ષુઓને આ રસ્તે મોકલી રહ્યા છે.
જીવતા તીર્થંકરને ઓળખી, તેમની પ્રત્યેનો સમર્પણ ભાવ જાગૃત કરી, દિવસ અને રાત તેમની ભક્તિ કરી, તેમની સાથે અનુસંધાન કરી અને અંતે તેમના પ્રત્યક્ષ દર્શન કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જવાય છે એમ જ્ઞાનીઓ કહે છે.
જેમ જેમ સીમંધર સ્વામી પ્રત્યે સમર્પણભાવ વધશે, તેમ તેમ તેમની સાથેનું જોડાણ વધતું જશે અને આ જોડાણથી તેમની સાથે આવતા ભવનું ઋણાનુબંધ બંધાશે. અંતે આ ગાઢ બનેલું ઋણાનુબંધ ભગવાનના ચરણો સુધી પહોંચાડશે અને મોક્ષે લઇ જશે.