Description
"થીક એન્ડ થીન" ગેમમાં બાળકો માની શકે છે, જંગલની સવારી, હાથી અને જિરાફ સાથે. રમતમાં પર્વતની તળેટીથી ઉપર ટોચ સુધુ પહોંચવાના રસ્તામાં અનેક અંતરાયો આવશે, જેને પાર કરીને ગોલ્ડન કપ મેળવવું એ દરેક પ્લેયરનો ધ્યેય હશે. દરેક કદમ પર બાળકોને એક કાર્ડ ખેંચીને વિવેક બુદ્ધિ વાપરીને સાચો વિકલ્પ પસંદ કરવાનો હશે. આમ રમતા રમતા બાળકોને ગેમમાં દરેક કદમ પર ઉપયોગી સંદેશો મળે છે જે રોજીંદા જીવનના વિકલ્પોમાં તેમજ ઉતર-ચડાવમાં પણ ઉપયોગી બની રહે છે.
સામગ્રી: ૧૮ કાર્ડ્સ, ૪ ઘોડા, ૧ પાસો, ૧ રમતનું બોઅર્દ, ૧ નિયમોની યાદી.