Description
આવો, ૧૦ વર્ષની નાનકડી કશ્મી સાથે તેની સીમંધર સ્વામીની શોધયાત્રામાં તેમના બાળપણ, યૌવન, વિવાહ, દીક્ષાથી લઈને કેવળજ્ઞાન સુધીના પ્રસંગોમાં જોડાઈ જાઓ. તીર્થંકર ભગવંતના દેહપ્રમાણ (ઊંચાઈ), ગુણો, અતિશયો (વિશેષતાઓ), દેશના અને સમોવસરણની રજૂઆત આ પૂસ્તકમાં સુંદર રીતે કરવામાં આવી છે.
સાથે સાથે પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીમાંથી પ્રાપ્ત થતી આદર્શ વ્યવહાર અને આદર્શ ચરિત્રની વાતોનાં માધ્યમથી, ભગવાન સુધી પહોંચવા માટે કેવી પાત્રતા કેળવવી પડે તેની સમજણનું, દાખલા સહિત વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનની ઊંડી અંતર ઈચ્છા હતી કે ભરત ક્ષેત્ર (પૃથ્વી)નાં બધા જીવો સીમંધર સ્વામીને ઓળખે, દિનરાત તેમની ભજના કરે અને સીમંધર સ્વામી સાથે એવું અનુસંધાન સાધે જેનાથી તેમનો આગલો જન્મ મહાવિદેહ ક્ષેત્રે થાય અને સ્વામીના દર્શન પામી, કેવળજ્ઞાન પામે અને મોક્ષને પામે.
વર્તમાને અરિહંત તરીકે પરમ ઉપકારી શ્રી સીમંધર સ્વામીની ઓળખાણ થકી બાળકોને પણ શ્રી સીમંધર સ્વામીનું અનેરું ખેંચાણ ઉત્પન્ન થાય એ જ અભ્યર્થના.