• INR
Close

Books

  • Picture of વિજ્ઞાન પારસ્પરિક સંબંધનું (4 પુસ્તકોનો સેટ)

વિજ્ઞાન પારસ્પરિક સંબંધનું (4 પુસ્તકોનો સેટ)

આ પુસ્તકોના સેટમાં, લોકોને સંસારિક જીવનમાં શાંતિ અને સુમેળ મેળવવામાં મદદ કરે તેવા આધ્યાત્મિક ઉકેલો આપવામાં આવ્યા છે. સંસારિક વ્યવહારમાં, ફક્ત પ્રેમથી જ બાળકો, પતિ, પત્ની, કુટુંબ, મિત્રો, નોકર, કામદાર, અને બીજા બધાને જીતી શકાય છે. બીજા કોઈપણ ઉપાયો અંતે નિરર્થક સાબિત થશે.

Rs 100.00

Description

. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર  

. મા-બાપ છોકરાનો વ્યવહાર

. પ્રેમ

. વાણી વ્યવહારમાં  

આ પુસ્તકોના સેટમાં, લોકોને સંસારિક જીવનમાં શાંતિ અને સુમેળ મેળવવામાં મદદ કરે તેવા આધ્યાત્મિક ઉકેલો આપવામાં આવ્યા છે. સંસારિક વ્યવહારમાં, ફક્ત પ્રેમથી જ બાળકો, પતિ, પત્ની, કુટુંબ, મિત્રો, નોકર, કામદાર, અને બીજા બધાને જીતી શકાય છે. બીજા કોઈપણ ઉપાયો અંતે નિરર્થક સાબિત થશે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહાર સબંધી બધી જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે. દરેક વ્યક્તિ પોતે બાળ ઉછેરની કળા શીખી ને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ઉપાયો મેળવી પોતાના  સંબંધોને સુદ્રઢ બનાવી શકે છે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા છતાં તેમને આખી જિંદગીમાં તેમના પત્ની સાથે એકપણ મતભેદ થયો ન હતો.

૧. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર  

શાંતિ કેમ પ્રવર્તી શકે? શાંતિ માટે, તમારે ધર્મ (પોતાની ફરજો, નૈતિક આચરણના સિદ્ધાંતો ) સમજવો પડશે. તમારે ઘરમાં બધાને કહેવું, “ આપણે કંઈ એકબીજાના દુશ્મન નથી; કોઈના એકબીજા સાથે ઝઘડા ન હોવા જોઈએ. મતભેદની કોઈ જરૂર નથી. આપણી પાસે જે છે તેને એકબીજામાં વહેંચીને આપણે સુખી રહીએ.” આપણે આ રીતે વિચારવું અને કરવું જોઈએ. આપણે ઘરની વ્યક્તિઓ સાથે ક્યારેય પણ ઝઘડવું ન જોઈએ. જેમની સાથે એક જ ઘરમાં રહેવાનું છે તેમની સાથે આપણે શા માટે ઝગડીએ? બીજાને દુઃખી કરી ને કોઈ ક્યારેય સુખી થયું નથી. આપણે સુખ આપી ને સુખી થવા માંગીએ છીએ. ઘરમાં બીજાને સુખી કરીને જ આપણે સુખી થઈ શકીશું. આ સમજણ વડે અથડામણ ટાળશું તો આપણને સ્મિત સાથે સરસ મજાની ચા મળશે. નહિ તો આપણને ચા મળે તેનાથી પહેલાં જ તેઓ તેને બગાડી દેશે.

“પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર” આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના સંબંધોની સમસ્યાઓ ઉકલી શકે અને સુખી લગ્ન જીવન જીવી શકાય, તેને લગતા દરેક જાતના સવાલોના જવાબો આપ્યા છે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા છતાં તેમને આખી જિંદગીમાં તેમના પત્ની સાથે એકપણ મતભેદ થયો ન હતો. આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધી  પૂછાયેલા સવાલ-જવાબનો સંગ્રહ કરાયો છે.

લગ્ન જીવન ને સુખી કરવાની બધી ચાવીઓ ‘અક્રમ વિજ્ઞાન’માં મળશે.

૨. મા-બાપ છોકરાનો વ્યવહાર

જો તમે તમારા સંતાનોના મિત્ર થશો તો, માબાપ – સંતાનોના સંબંધો સુધરશે. પરંતુ જો તમે તમારો માબાપ તરીકેનો અધિકાર વાપરશો તો, તમારે સંતાન ગુમાવવાનો વખત આવશે. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળકને પ્રેમ અને માર્ગદર્શન મેળવવા બહાર ન જવું પડે. સંતાન ભયાનક કાર્યો કરે ત્યારે પણ, જેઓ પોતાના સંતાનોની વર્તણુંક પ્રેમ અને સમજણથી ફેરવી શકે તે જ ખરા માબાપ છે. આ જગત ને ફક્ત પ્રેમથી જ જીતી શકાય.

પ્રેમાળ કુટુંબ માટે, માબાપે પોતે નૈતિકતા કેળવવી જોઈએ. માબાપ તરફથી સંતાનો ને એવો પ્રેમ મળવો જોઈએ કે સંતાનોને તેમને છોડવાનું મન ન થાય. જો તમારે તમારા સંતાનને સુધારવું છે તો તેની જવાબદારી તમારા શિરે છે. તમે તમારા સંતાન પ્રત્યેની ફરજથી બંધાયેલા છો.

કિશોરાવસ્થામાં સંતાનને ઉછેરવું એ કદાચ માબાપની કુશળતાની સૌથી મુશ્કેલ કસોટી હશે, જેને માટે તેઓ જરાપણ કેળવાયેલા નથી. આજના કિશોરની આંતરિક અવસ્થાની ઊંડી અને સંપૂર્ણ સમજણથી પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને કેમ જીતવા તે આપણને બતાવ્યું છે.

આ પુસ્તકથી પરમ પૂજ્ય દાદાશ્રી માબાપને, સંતાનો સાથે વર્તવામાં, તેમનામાં નૈતિકતા, શિસ્ત અને શિષ્ટાચાર લાવવામાં મદદ કરે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ સંતાન માબાપના સંબંધો મજબુત બનાવવા અને માબાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે તે બાબતોનું માર્ગદર્શન બાળકોને પણ આપ્યું છે. 

૩. પ્રેમ

પ્રેમથી આખી જિંદગીમાં પત્ની અને સંતાનોની ભૂલ ક્યારેય પણ નહિ દેખાય. પ્રેમમાં કોઈ ભૂલો દેખાતી જ નથી. લોકો એકબીજાની ભૂલો કેમ જુએ છે તે જુઓ, ‘તું આવો છે’ ‘ના, તું આવો છે.’ જગતે પ્રેમનો એક અંશ પણ જોયો નથી. આ બધું મોહ અને આસક્તિ છે.

શુદ્ધ પ્રેમ વધતો કે ઘટતો નથી. શુદ્ધ પ્રેમ બિનશરતી હોય છે. પ્રેમમાં કોઈ અપેક્ષા નથી હોતી. પ્રેમ ક્યારેય કોઈ અપેક્ષા રાખતો નથી.

જગતના વ્યવહારમાં, ફક્ત પ્રેમ જ બાળકો, કામદારો અને બીજા બધાને જીતી શકે છે. બીજા બધા ઉપાયો અંતે નિરર્થક પુરવાર થશે.

તમે છોડ ઉગાડો છો, તેને પણ તમારે પ્રેમથી સિંચન કરવું પડે છે. ફક્ત પાણી નાખીને તેની પર બુમો પાડવાથી નહિ ચાલે. જો પ્રેમથી ઉછેરવામાં આવે, તેની સાથે પ્રેમથી વાતો કરવામાં આવે, તો તે તમને મોટા સુંદર ફૂલો આપશે! તો અનુમાન કરો, મનુષ્યો પર આ પ્રેમ કેટલી મોટી અસર કરી શકે!.

જગતે અગાઉ ક્યારેય જોયો, સાંભળ્યો, માન્યો કે અનુભવ્યો નથી તેવો પરમ પ્રેમ આપણે જોઈતો હોય તો પ્રેમની જીવતી મૂર્તિ એવા જ્ઞાની પુરુષની ભક્તિ કરવી જોઈએ.

તમારા જીવન ને પ્રેમ અને સુખથી ભરી દેવા વાંચો....

૪.વાણી વ્યવહારમાં 

શબ્દો પૈસા સમાન છે.એક એક ગણીને પૈસાની જેમ તેનો ઉપયોગ કરો.

પરમ પૂજ્ય દાદાશ્રી વાણીને લગતા મૂળભૂત અને સુક્ષ્મ સિદ્ધાંતોની ઊંડી સમજ આપે છે. આપણા મિત્રો અને કુટુંબીજનો સાથેની આપણી વાણી કેમ શુદ્ધ કરવી કે જેથી કોઈને દુઃખ ન થાય, તેના વ્યવહારુ ઉકેલો તેઓ આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કુશળતાથી, જુદા જુદા દાખલાઓ સાથે એવી આપે છે જેથી વાચકને એવું લાગે છે મારા જ જીવનની વાતો છે. તેમના ઉકેલો સીધા હ્રદયને સ્પર્શે છે અને મુક્તિ ભણી લઇ જાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ વાણીનું ખરું સ્વરૂપ ખુલ્લું કર્યું છે. વાણી જડ છે. તે એક રેકોર્ડ છે. જયારે તમે ટેપ વગાડો છો ત્યારે તે ટેપ પહેલાં રેકોર્ડ કરેલી હોવી જોઈએ, ખરું ને? તેવી જ રીતે, તમારી આખી જિંદગીની વાણીની ટેપ ગયા ભવમાં રેકોર્ડ થયેલી છે અને આ ભવ માં તે ફક્ત વાગી રહી છે. જેમ રેકોર્ડ ઉપર પીન મુકતાં તે વાગવા માંડે છે, તેવી જ રીતે જેવા સંજોગો ભેગા થશે કે તેવી તમારી વાણીની રેકોર્ડ વાગવા માંડશે.

વાણીનું વિજ્ઞાન સમજવા માટે આગળ વાંચો....

Read More
success