Description
ફ્રેન્ડ્સ બનાવવા કોને ન ગમે ? જો તમારે ફ્રેન્ડશીપ ટકાવી રાખવી હોય તો ‘લેટ ગો’ કરવું જ પડે, સામસામે એડજસ્ટમેન્ટ લેવા જ પડે. આપણને ન ગમતું હોય એવું એનું થોડું આપણે ચલાવી લઈએ, આપણ એ ચલાવે, આવું સામસામે હોય તો જ ફ્રેન્ડશીપ ટકે. આપણને જે નથી ગમતું એવું આપણે કોઈ સાથે ન કરવું. તો જ આપણે એક સારા ફ્રેન્ડ બની શકશું. શું ? ફ્રેન્ડશીપમાં શરતો હોય છે ? પણ નાનકડો રાહુલ શરતો સાથે ફ્રેન્ડ શોધવા નીકળ્યો. એય એક નહિ, ઓહોહો ! કેટલી બધી શરતો શું એને એની બધી શરતો પૂરી કરે એવો ફ્રેન્ડ મળે છે ? હા, મળે છે. ક્યારે, કેટલા અને કેવી રીતે ? એ માટે જરૂરથી વાંચો અને માણો રાહુલની સફર ‘કોણ મારો ફ્રેન્ડ બનશે ?’ જેમ જેમ તમે પુસ્તક વાંચતા જશો તેમ તેમ તમને સારા ફ્રેન્ડ કેવી રીતે બનાય એ રહસ્ય સમજાતું જશે. સાથે સાથે ‘ફ્રેન્ડ્સ કેવા હોવા જોઈએ’ એ બાબતે પરમ પૂજ્ય દાદાશ્રીની સમજણ પણ મળશે. માટે નાના બાળકો માટે ની આ બુક વાંચવાની ચૂકશો નહી.