Description
જગતની વાસ્ત્વિકતાઓ જાણવા જીવ જ્યારથી જન્મ્યો ત્યારથી ઝઝૂમ્યા કરે છે પણ તે જડતું જ નથી. વાસ્ત્વિકતા નાં પાયામાં ‘હું કોણ છું’ અને ‘કોણ કરે છે આ બધું’ એ પ્રશ્નો છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં ‘કોણ કરે છે અને આ જગત કેવી રીતે ચાલે છે !’ તેના વિશેનું રહસ્ય અગોપિત કર્યું છે.
જગત “વ્યવસ્થિત શક્તિ” ના સિધ્ધાંતથી ચાલે છે. આત્મવિજ્ઞાન ને સમજવા માટે ‘વ્યવસ્થિત શક્તિ’વીરીતે કામ કરે છે તે સમજવું અત્યંત મહત્વનું બની જાય છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલાંય બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ !
પરમ પૂજ્ય દાદાશ્રીએ ખરો કર્તા કોણ છે, વ્યવસ્થિત શક્તિ શું છે, આ શકિતનો રોલ શું છે, કેવીરીતે આપણા કર્મોની ચોક્કસ ઈફેક્ટ આવે છે. આવું શા માટે બન્યું તેનાં વાસ્તવિક ફોડ પડ્યા છે. આ સમજણ સાથે, કશુંક અવળું બન્યું તો ન તો આપણે કોઈ પર આરોપ મૂકીશું અથવા કંઈક સવળું બન્યું તો ન તો સ્વાર્થી બનીને તેનો ગર્વરસ લઈશું. આ સમજણ આપણા જીવનમાં શાંતિ અને સમતા રાખશે.