Description
બધાજ શાસ્ત્રો, બધાજ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એકજ અને સમાન સાર છે અને તે ‘આત્માનું જ્ઞાન અને જાગૃતિ’ પ્રાપ્ત કરવી તે છે. ‘પોતે’ શુધ્ધ છે, પરંતુ પોતાને ‘હું કોણ છે?’ તેની રોંગ બિલિફ છે. ‘હું ચંદુલાલ છું’ ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે.
પ્રસ્તુત પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીની જુદાં જુદાં પાસા પર જેવા કે પ્રજ્ઞા, રાગ-દ્વેષ, ગમો-અણગમો, વીતરાગતા, જ્ઞાન-અજ્ઞાન, દર્શન અને આવા અનેક આત્મજ્ઞાન સંબંધી પાસાઓની વાતો (સત્સંગ)પ્રકાશિત થયેલ છે.
આ પુસ્તક પ્રકૃતિ અને આત્મા નાં સાયન્સ બાબતમાં જાગૃત કરનાર છે.